ઓનલાઈન એડમિશન ફોર્મ સબમિટ કરો, તમારી એપ્લિકેશન ને રિવ્યૂ કરી અમે તમારો સંપર્ક કરીશું.

ઓનલાઈન ફોર્મ ભરાશે

પ્રવેશ માપદંડ અને શાળાના નિયમો

આરટીઇ અનુસાર તમારા બાળકને પ્રવેશ આપવામાં આવશે.

  • ઘોરણ ; ૧ માં પ્રવેશ માટે તા.૩૧ મી મે ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. RTE મુજબ ઘોરણ-૧ માં પ્રવેશ મળશે.

  • ધોરણ -૧ માં ચાલું વર્ષની ૩૧ મી મે સુધીમાં પાંચ વર્ષ પૂરા થયે જ જન્મ તારીખમાં નોધાયેલ દાખલાના આધારે પ્રવેશ આપવામાં આવશે.જન્મના પ્રમાણપત્ર અને આધારકાર્ડ હોવા જોઈએ.

  • પ્રવેશ સાથે શાળા છોડ્યાનો દાખલો અને ગુણપત્રકની ઝેરોક્ષ ફરજીયાત આપવાની રહેશે.તથા આધારકાર્ડની ઝેરોક્ષ ,શાળા છોડ્યાના દાખલામાં યુનિક આઈ.ડી નંબર ફરજીયાત લખેલો હોવો જોઈએ.

  • શાળા છોડવાના પ્રમાણપત્રમાં, ખાતરી કરો કે યુનિક નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • જૂન/સપ્ટેમ્બર/ડીસેમ્બર/માર્ચ માસમાં તે માસની તથા તેના પછીના બે માસની ફી એટલે કે ત્રણ માસની ફી એકસાથે ભરવાની રહેશે.

  • ગણવેશ : છોકરાઓ :> સફેદ શર્ટ,કાળુ પેન્ટ ,કાળી ટાઈ ,કાળા રંગના સ્કૂલ –બૂટ

    છોકરીઓ :> ચેક્ષ સ્કાય બ્લ્યુ પીના ફ્રોક ,બ્લેક લોઅર ,કાળા રંગના સ્કૂલ –બૂટ

  • શાળાની હદમાં , શાળાના સમય દરમ્યાન સુવ્યવસ્થા અને શાંતિ જાળવવાની રહેશે.

  • દરરોજ શાળામાં સ્વચ્છ અને સુઘડ ગણવેશમાં જ આવવું. જે વિદ્યાર્થી સ્વચ્છ ગણવેશ પહેરીને નહી આવે તેને વર્ગમાં પ્રવેશ મળશે નહી .

  • દરેક વિદ્યાર્થીએ દર અઠવાડિયે હાથ પગના નખ કાપવા,દરરોજ હાથરૂમાલ લઈને આવવું તથા માથામાં તેલ નાખી ઓળીને આવવું.

  • શાળામાં આપેલા વર્ગકાર્ય કે ગૃહકાર્ય કરે છે. કે નહી તે બદલની તેની નોટબુકની ચકાસણી કરવી.

  • શાળા તરફથી પરીક્ષા પછી પરિણામ /પ્રગતિ પત્રક અપાતું હોય છે. માતા-પિતાએ તે  જોઈ તેમાં સહી કરવી.બાળકના અભ્યાસને અવરોધક પરિબળો/કારણોને જાણી તેના શાળા અભ્યાસ માટે મદદરૂપ થવું તથા બાળકની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરવો.

  • બાળકના અભ્યાસમાં વધુ ને વધુ સારો સુધારો થાય તે માટે બાળક દરરોજ ગૃહકાર્ય તથા વાંચન કરે તે વાલીશ્રી એ જોવું.

  • વિદ્યાર્થીઓને શાળામાં સમયસર મુકવા તેમજ લઈ જવાની જવાબદારી વાલીની રહેશે. ચાલુ શાળાએ કોઈ કારણસર ઘરે જવાનું થાય તો વાલીશ્રીને આપેલા વાલીકાર્ડના આધારે ત્રણ તાસ બાદ રજા મળવાપાત્ર રહેશે.વાલીશ્રીઓએ વાલીકાર્ડ મેળવી લેવું.

  • વાલીના સરનામાં કે ફોન નંબરમાં કોઈપણ ફેરફાર થાય તો વર્ગ શિક્ષકને લેખિતમાં જાણ કરવી.

  • શાળાના મકાન અને સાધનોને નુકશાન કરનાર પાસેથી તેની કીમત વસૂલ લેવામાં આવશે.

  • સાયકલ ગેટની નજીક અને બહાર બાજુએ પાર્કીગ કરવી.સાયકલને બે લોક મારવા સાયકલ ખોવાશે તો શાળાની કોઈ જવાબદારી રહેશે નહી.

  • શાળામાંથી મારો પાલ્ય ભાગી જશે કે અકસ્માત થશે કે આપઘાતી પગલું ભરશે તો તેની જવાબદારી શાળાની રહેશે નહી, તો માતાપિતાએ તેની નોંધ લેવી.

ડો.બાબુલાલ આર. પટેલ

પી.એચ.ડી., એમ.એસ.સી., એમ.એડ.

આચાર્ય

શ્રી કડી નાગરિક સહકારી બેંક પ્રાથમિક શાળા, કડી

પ્રવેશ પૂછપરછ માટે

કૃપા કરીને સોમવારથી શુક્રવારે સવારે ૭ થી સાંજના ૫ સુધી અને શનિવારે સવારે ૭:૩૦ થી ૧૧ દરમિયાન શાળા સંચાલન કચેરીનો સંપર્ક કરો.